સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ મંગળવારે કોરોના મહામારી (Corona Pandemic)ના પ્રબંધન સંબંધિત ઓક્સિજનની અછત (Oxygen Shortage) અને અન્ય મુદ્દાઓ મામલે સુનાવણી કરી. આ દરમિયાન જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું કે, જ્યારે અમને લાગશે કે લોકોની જિંદગીઓ બચાવવા માટે અમારે હસ્તક્ષેપ કરવો જોઈએ, ત્યારે અમે એવું કરીશું. સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ. રવીન્દ્ર ચંદ્રએ પૂછ્યું કે, સંકટનો સામનો કરાવવા માટે આપની રાષ્ટ્રીય યોજના શું છે? શું કોરોના સંકટનો સામનો કરવા માટે વેક્સીનેશન (Corona Vaccination) મુખ્ય વિકલ્પ છે?
કોરોના પ્રબંધન પર સ્વતઃ સંજ્ઞાન મામલાની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રીય સંકટના સમયે આ કોર્ટ મૂકદર્શક ન રહી શકે. અમારો ઉદ્દેશ્ય છે કે અમે હાઇકોર્ટ્સની મદદની સાથે પોતાની ભૂમિકા અદા કરીએ...હાઇકોર્ટ્સની પણ અગત્યની ભૂમિકા છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, આ સુનાવણીનો ઉદ્દેશ્ય હાઇકોર્ટ્સનું દમન કરવું કે તેમના કામમાં હસ્તક્ષેપ કરવાનો નથી. તેમની ક્ષેત્રીય સીમાઓની અંદર શું થઈ રહ્યું છે, તેઓ તેના વિશે વધુ સારી રીતે સમજ ધરાવે છે.