Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત માં કોરોના સ્પ્રેડ થતા જ અમદાવાદમાં મીની કરફ્યૂ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્ય ના અન્ય મહાનગર પણ એલર્ટ થઈ ગયા છે જેમાં રાજકોટમાં તંત્ર કડક એકશન લેનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ કોલ ટ્રેસિંગ કરી તે દર્દીને અઠવાડિયામાં સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ ક્વોરન્ટીન કરવામાં આવશે, આ ઉપરાંત માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે ફરીથી પોલીસ આકરી કાર્યવાહી કરશે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હાલ કોરોના ના અમદાવાદ જેટલા કેસ હજુ આવ્યા નથી તેથી રાત્રી કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવાશે નહીં,પણ કોરોના વકરે નહિ તે માટે અગાઉ થી જ પગલાં ભરવામાં આવશે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો પૂરા થયા છે અને લોકોએ સારી રીતે તહેવારને માણ્યો છે પરંતુ પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને આ માટે ફરીથી રાજકોટ પોલીસ તા.20ને શુક્રવારથી નિયમોનો ઉલાળિયો કરનાર પર આકરી કાર્યવાહી કરશે, કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ નંબરને સીડીઆરથી ટ્રેસિંગ કરવામાં આવશે અને તેના આધારે છેલ્લા આઠ દિવસમાં તે દર્દીના સંપર્કમાં આવનાર વ્યક્તિને શોધી કાઢી તેને પણ ક્વોરન્ટીન કરવામાં આવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ