વિશ્વભરમાં કોરોનાનો કહેર છવાયો છે. તેની દવા હજુ સુધી શોધાઈ નથી ત્યારે જૂનાગઢના ડો.અક્ષય સેવકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વનસ્પતિજન્ય દવાને કોરોના પોઝિટિવ દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મંજુરી અપાતા છેલ્લા ચાર દિવસથી મેડિકલ ટ્રાયલ શરૂ કરાઈ છે.
જૂનાગઢના આયુર્વેદ ડો.સેવકએ સંશોધન કરેલી દવા તથા રીસર્ચ પેપરના આધારે ગુજરાત યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમની દવા કેન્સર જેવા ગંભીર રોગોમાં દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સફળ થઈ છે.
આ દવામાં એન્ટીઓકસીડન્ટ, એન્ટી એઈઝીંગ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ત્રિગુણ છે. આ દવા ડો.સેવકએ 13 વર્ષના અથાગ પરિશ્રમ અને અસંખ્ય પરિક્ષણ બાદ કેન્સર સહિતના ગંભીર રોગોમાં દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સફળ પુરવાર થઈ છે. આ પરિણામોને ધ્યાને લઈ ગુજરાત યુનિ. દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલયમાં કોરોના પોઝિટિવ દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગ કરવા મંજુરી આપવામાં આવી છે અને છેલ્લા ચાર દિવસથી મેડિકલ ટ્રાયલ શરૂ કરી દેવાઈ છે.
આ અંગે ડો.અક્ષય સેવક એ જણાવ્યું હતું કે, આયુષ મંત્રાલયે મારી દવાની મેડિકલ ટ્રાયલ માટે પોણા બે માસ બાદ મંજૂરી આપવામાં આવી છે અને છેલ્લા ચાર દિ’થી કોરોના પોઝિટિવ દર્દીઓ ઉપર મેડિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, કદાચ દેશમાં ખાનગી પ્રેક્ટીસ કરતા જૂનાગઢ શહેરના ડોકટરની દવાને કોરોના પોઝિટિવ દર્દીઓ ઉપર મેડિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. તેમણે દાવો પણ કર્યો કે, આ દવાથી દર્દીનો સાત દિવસમાં નેગેટીવ રિપોર્ટ આવશે. આ વનસ્પતિજન્ય દવા કદાચ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ‘ગેમ ચેન્જર’ પુરવાર થાય તો નવાઈ નહીં. દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધતા રોગના વિષાણુઓ આપોઆપ દૂર થાય છે ત્યારે ડો.સેવકની દવાનું કામ જ દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું છે. તેથી કોરોનાના દર્દીઓ માટે અકસીર ઈલાજ સાબિત થાય તો નવાઈ નહીં.