સરકારે કોરોનાની રસી લેવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી રસી લેવા માટે કોવિન એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નહીં રહે, નવા નિયમો મુજબ સીધા કેન્દ્ર પર જઇને રજિસ્ટ્રેશન કરાવીને સીધા રસી લઇ શકાશે. બીજી તરફ કોરોનાના દૈનિક કેસોમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા માત્ર ૬૨ હજાર કેસો સામે આવ્યા છે જ્યારે વધુ ૨૫૪૨ લોકોના મોત નિપજ્યા છે.
તે સાથે જ એક્ટિવ કેસોમાં પણ મોટો ઘટાડો થયો છે. છેલ્લા ૭૦ દિવસમાં પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યા નવ લાખની નીચે જતી રહી છે. જ્યારે કોરોનાને મૃત્યુ પામેલાની કુલ સંખ્યા ૩.૮૦ લાખ નજીક પહોંચી ગઇ છે. રિકવરી દર પણ વધીને ૯૫.૮૦ ટકાએ પહોંચી ગયો છે. ૨૪ કલાકમા કોરોનાના કુલ ૧૯.૩૦ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેથી કુલ ટેસ્ટિંગનો આંકડો ૩૮.૩૩ કરોડે પહોંચી ગયો છે.