ચીનના શાંઘાઇ શહેરમાં સતત પાંચમાં દિવસે કોરોનાના વિક્રમ સર્જક દૈનિક કેસો નોંધાવાને પગલે આરોગ્ય અધિકારીઓએ સ્થિતિને અતિ વિકટ ગણાવી હતી. શાંઘાઇમાં આજે કોરોનાના નવા ૧૭,૦૦૭ કેસ નોંધાવાને પગલે શહેરમાં કુલ કેસોની સંખ્યા ૯૪,૦૦૦નો આંક પાર કરી ગઇ છે. શહેરમાં સતત બીજા સપ્તાહમાં લોકડાઉન લાદવામાં આવ્યું હોવાથી અઢી કરોડની વસ્તી તેમના ઘરોમાં કેદ છે અને તમામ સુપરમાર્કેટ બંધ કરી દેવામાં આવતાં લોકોને ખાવાપીવાના સાંસા પડી ગયા છે.