Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદના ચોમાસું સત્ર પહેલાં તમામ સંસદસભ્યો અને કર્મચારીઓ માટે ફરજિયાત કરાયેલા કોરોનાના ટેસ્ટમાં સંસદના પહેલા જ દિવસે ૨૮ સંસદસભ્યોના સેમ્પલના પરિણામ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના ૨૧ અને રાજ્યસભાના ૯ સંસદસભ્યોના કોરોના વાઇરસથી સંક્રમિત મળી આવ્યાં છે. એક અખબારી અહેવાલમાં દાવો કરાયો હતો કે લોકસભા સચિવાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર સંસદની કાર્યવાહીના પહેલા જ દિવસે લોકસભાના ૨૧ સંસદસભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડી, ભાજપના સાંસદો મીનાક્ષી લેખી, અનંતકુમાર હેગડે, પરવેશ સાહિબસિંહ, રીટા બહુગુણા જોશી અને કૌશલ કિશોર સહિતના નેતાઓ કોરોનાથી સંક્રમિત થયાં છે. લોકસભામાં કોરોનાથી સંક્રમિત થયેલા સાંસદોમાં ભાજપના ૧૨, વાયએસઆર કોંગ્રેસના બે. શિવસેનાના એક, ડીએમકેના એક અને આરએલપીના એક સાંસદનો સમાવેશ થાય છે. આ તમામ સાંસદોને તેમના આરોગ્ય અંગેની માહિતી આપી દેવાઈ છે. લોકસભાની કાર્યવાહીના પ્રથમ દિવસે ૨૦૦ સાંસદો મુખ્ય હોલમાં અને ૩૦થી વધુ સાંસદ પ્રેક્ષક દીર્ધામાં બેઠાં હતાં. કેટલાંક સાંસદોને રાજ્યસભાની ચેમ્બરમાં બેસાડવામાં આવ્યાં હતાં. લોકસભા સચિવાલય અનુસાર સોમવારની કાર્યવાહીમાં ૩૫૯ સાંસદો હાજર રહ્યાં હતાં
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ