દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસ અને કેટલાંક રાજ્યોની વણસી રહેલી સ્થિતિ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. આ મુદ્દે સોમવારે એક સુનાવણી દરમિયાન કોર્ટે કેટલાંક રાજ્યોનો ઉધડો લીધો હતો. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને આખરી ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એમ. આર.શાહ અને જસ્ટિસ સુભાષ રેડ્ડીની ખંડપીઠે કોરોનાની સ્થિતિ અંગે ગંભીર નોંધ લેતાં ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને આસામને કોરોનાની વાસ્તવિક સ્થિતિ અને તેને કાબૂમાં કરવા માટે લેવાયેલાં પગલાં તથા આગામી આયોજનો અંગે બે દિવસમાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે જણાવ્યું કે, કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે છતાં ગુજરાત અને દિલ્હીમાં રાજકીય, સામાજિક મેળાવડા થાય છે, લગ્ન સમારંભોને પરવાનગી આપવામાં આવી રહી છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે, ગુજરાતની સ્થિતિ મહારાષ્ટ્ર અને દિલ્હી કરતાં પણ ખરાબ છે. આ મુદ્દે હવે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે.