દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શહેરમાં કોરોના સંક્રમણની સ્થિકિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું અને નગજનોને ગભરાવાની જરૂર નહીં હોવાના મુદ્દે આશ્વસ્ત કર્યા છે. ઓનલાઈન મીડિયા વાતચીતમાં સીએમ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં આપ સરકારે કોરોનાના ટેસ્ટિંગ બમણા કરી દીધા હોવાથી કેસોની સંખઅયા વી રહી છે. તેમણે આ સાથે જ દિલ્હીવાસીઓને તકેદારીના પગલાં લેવાની પણ સલાહ આપી હતી. બેદરકારી સાથેના વલણ માટે કોઈ જ સ્થાન નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કેજરીવાલે વધુમાં જણાવ્યું કે સરકારે પાટનગર દિલ્હીમાં કોવિડ મૃત્યુઆંકને ઘટાડવા માટે સંખ્યાબંધ પગલા લીધા છે. દિલ્હીમાં હોસ્પિટલોમાં બેડની કોઈ જ અછત જણાતી નથી અને કુલ 14,000 બેડ પૈકીના 5,000 બેડ જ વપરાશમાં છે.