ગુજરાતમાં કોરોનાના કેસ કૂદકે ભૂસકે વધી રહ્યાં છે ત્યારે લોકોને હવે સાવધાની અને કોરોનાના નિયમો પાળવાની જરૂર છે. રાજ્યમાં કોરોનાના છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં બુધવારે પહેલીવાર કોરોનાના સૌથી વધુ 1,790 કેસ નોંધાયા છે તેમજ ચોવીસ કલાકમાં 1277 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે ત્રણ મહિના બાદ પહેલીવાર 8નાં મોત થયાં છે. ત્યારે સીએમ રૂપાણીએ કોરોનાના વધતા કેસો અંગે નિવેદન આપ્યું છે કે, કોરોનાથી ગભરાશો નહીં પરંતુ સાવધાની રાખજો.
સીએમ રૂપાણીએ કોરોનાના વધતા કેસ અંગે જણાવ્યું કે, કોરનાના કેસ વધતા જાય છે, અમારી ધારણાં છે કે, હજી અઠવાડિયું કરોનાના કેસ વધશે અને તબક્કાવાર આ કેસ ઘટશે. પરંતુ કોરોના અનપ્રિડિક્ટેબલ છે સરકાર પૂરી રીતે સજાગ છે અને જરૂરી તમામ નિર્ણયો કરીને કામ કરશે. લોકોને ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. આના બે જ ઉત્તર છે કે, બધા માસ્ક પહેરી રાખે અને ઝડપથી વેક્સીન લો.