ગાંધીનગર વિધાનસભા ગૃહમાં અત્યાર સુધીમા કુલ 9 ધારાસભ્યો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. આજે કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી, ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ, ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અને પાલીતાણાના ભાજપના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નૌશાદ સોલંકી અને પૂંજા વંશ બંન્ને આજે સવારે ગૃહમાં હાજર હતા. આ પહેલા ચાલુ બજેટ સત્રમાં સૌથી પહેલા મંત્રી ઇશ્વર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સિવાય દસક્રોઇના બાબુભાઇ પટેલ, શૈલેષ મહેતા અને મોહન ઢોડિયા પણ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. આમ વિધાનસભા ગૃહમાં અત્યાર સુધીમાં કુલ 9 ધારાસભ્યો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પણ કોરોનાની એન્ટ્રી થવાને કારણે ધારાસભ્યોમાં પણ ફફડાટ ફેલાયો છે .