દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં અસાધારણ ઊછાળો આવવાની સાથે મહામારી વિકરાળરૂપ ધારણ કરી રહી છે. મુંબઈમાં ૨૪ કલાકમાં ૮,૦૦૦ કેસ સાથે મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા ૧૧,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે જ્યારે દિલ્હીમાં ૩,૨૦૦ કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં રવિવારે એક દિવસમાં કોરનાના નવા કેસ ૩૦,૦૦૦ને પાર થઈ ગયા છે. કોરોનાના કેસ વધતા પશ્ચિમ બંગાળમાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાઈ છે. બીજીબાજુ સોમવારથી ૧૫થી ૧૮ વર્ષના સગીરોનું રસીકરણ શરૂ થશે. આ માટે કોવીન એપ પર અંદાજે ૬.૩૫ લાખથી વધુ સગીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.