રાજ્યભરમાં કોરોના વાયરસને કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇમરાન ખેડાવાલાને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ઇમરાન ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ મળ્યા હતા. સાથે જ મળતી માહિતી મુજબ, તેમણે રાજ્યના DGP શિવાનંદ ઝા અને મુખ્ય સચિવ સાથે પણ મુલાકાત કરી હતી.
તબીબી નિષ્ણાંતોનું કહેવું છે કે, ઈમરાન ખેડાવાલાએ માસ્ક પહેર્યું નહીં હોય અને મિટીંગ 15 મિનિટથી વધારે ચાલી હોય તો મિટિંગમાં હાજર તમામને સેલ્ફ ક્વોરોન્ટાઈન થવું પડે. અને કોન્ટેક્ટમાં આવ્યાના પાંચમા દિવસથી ચૌદમાં દિવસની અંદર ટેસ્ટ કરાવવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખેડવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM રૂપાણીએ તમામ બેઠકો હાલમાં સ્થગિત કરી દીધી છે.