અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જીંજરમાં કોરોનાના દર્દી પાસેથી વસ્ત્રાપુર પોલીસે એક દારૂની બોટલ કબ્જે કરી છે. હોટલના રૂમમાં કોરોનાનો દર્દી યુવક અને તેનો મિત્ર દારૂ પીવા આવ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. વસ્ત્રાપુર પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. વસ્ત્રાપુર PI વાય.બી જાડેજાએ જણાવ્યું હતું કે, હોટલ જીંજર કોવિડ સેન્ટર છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છીએ. કોરોનાનો દર્દી હતો તો તેની સાથે તેનો મિત્ર ક્યાંથી આવ્યો વગેરે તપાસ કરવામાં આવી રહી છે.
વસ્ત્રાપુર પોલીસે રાતે હોટલમાં ચેકિંગ કરતા બંને ઝડપાયા
15મી ઓગસ્ટને લઇ વસ્ત્રાપુર પોલીસ સ્ટાફ રાતે વિસ્તારમાં આવેલી હોટલમાં ચેકિંગ કરતો હતો ત્યારે બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જીંજરમાં રૂમો તપાસ કરતા એક રૂમમાં બે યુવક હાજર હતા અને બેડ પર દારૂની બોટલ મળી આવી હતી. જેથી બંનેની પૂછપરછ કરતા જય પટેલ (ઉ.વ.24) રહે. મલ્હાર એપાર્ટમેન્ટ, બોડકદેવ અને આકાશ પટેલ (ઉ.વ.24) રહે. સરદાર પટેલ સોસાયટી, સાણંદ હોવાનું કહ્યું હતું.
હોટલમાં મળવા આવ્યા કે રૂમ રાખી તેની તપાસ
જય પટેલ પોતે કોરોના પોઝિટિવ દર્દી છે અને આકાશે રિપોર્ટ કરાવ્યો છે. બંને યુવક દારૂ પીવા ભેગા થયા હતા કે કેમ અને કોરોના દર્દી હતો તો કેમ ત્યાં હોટલમાં મળવા આવ્યો કે રૂમ રાખી હતી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.