મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોટા અપડેટ સામે આવ્યા છે. કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) મતદાન કરશે. આવતીકાલે તેઓ રાજકોટ મનપાની ચૂંટણીમાં મતદાન કરશે. આજે તેમનો RTPCR ટેસ્ટ થશે. ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને રજા આપવામાં આવશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમને એમ્બ્યુલન્સમાં મતદાન માટે રાજકોટ લઇ જવાશે.
PPE કીટ પહેરીને તેઓ મતદાન કરશે
કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ને તાજેતરમાં રેસડેસીવીર ઈન્જેક્શનનો કોર્સ કરાયો હતો. જેના બાદ હાલ તેમની તબિયત સુધારા પર છે. ત્યારે અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાંથી આજે સાંજે તેમનું મેડિકલ બુલેટિન જાહેર કરાશે. પરંતુ આવતીકાલે મતદાન છે. ત્યારે સીએમ રૂપાણી આવતીકાલે રાજકોટ મતદાન કરવા જશે તેવું જાણવા મળ્યું છે. સીએમ રૂપાણી રાજકોટ મનપાના વોર્ડ 10ના મતદાર છે. આજ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. જો તેમનો ટેસ્ટ પોઝિટિવ આવે તો એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાશે અને PPE કીટ પહેરીને તેઓ મતદાન કરશે.