સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાઈરસનો પ્રકોપ ભારતમાં સતત વધી રહ્યો છે. દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં તબલીગી જમાત બાદ દેશમાં કોરોના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે અને શનિવારે આ આંકડો 2900ની પાર પહોંચી ચૂક્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે 9 વાગ્યે અપડેટેડ આંકડો આપ્યો આપ્યો છે. જે પ્રમાણે દેશમાં કોરોનાના કુલ 2901 કેસોમાંથી 2650 એક્ટિવ છે.
આ જીવણેલ વાઈરસથી અત્યાર સુધી દેશમાં 68 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 183 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યાં છે.