Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી 600થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત એવા અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા ધીમે-ધીમે ઘટી રહી છે. જો કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

જો અમદાવાદની વાત કરીએ તો, શહેરમાં છેલ્લા સપ્તાહથી કોરોના સંક્રમિતોની સંખ્યા સતત 250ની નીચે આવી છે. શહેરમાં છેલ્લા 7 દિવસમાં 1565 નવા કેસ નોંધાયા છે. આમ દરરોજના સરેરાશ 223 જેટલા નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે ગત સપ્તાહે શહેરમાં 2184 કેસો નોંધાયા હતા. આમ અમદાવાદમાં છેલ્લા સપ્તાહમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધરી છે.

જણાવી દઈએ કે, અમદાવાદમાં અત્યાર સુધી 1432 લોકોને આ જીવલેણ વાઈરસ ભરખી ચૂક્યો છે. જ્યારે શહેરમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 20716 પર પહોંચી ચૂકી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ