દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 70 હજારને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 3788 નવા કેસો નોંધાયા છે, જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 64 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70,390 પર પહોંચી ચૂકી છે, જ્યારે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 69528 છે. આ રીતે કોરોના સંક્રમણ મામલે દિલ્હીએ મુંબઈને પાછળ છોડ્યું છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 2365 લોકોના મોત થયા છે.