ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિનપ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14933 કેસ સામે આવ્યા છે. જ્યારે 312 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4,40,215 થઈ ગઈ છે. જ્યારે 14,011 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં 1,78,014 કોરોનાના એક્ટિવ કેસો છે. જ્યારે 2,48,189 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. એટલે કે તેઓ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.