મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 20 હજારને પાર પહોંચી ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,165 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે આજ સમયગાળામાં રાજ્યમાં 48 લોકોના મોત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસો વધીને 20,228 થઈ ગયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કુલ 779 કોરોના સંક્રમિત દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સિવાય 3,800 દર્દીઓએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ કોરોના વાયરસના કારણે સૌથી વધુ પ્રભાવિત છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 722 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને આ સમયગાળામાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં અત્યાર સુધી કોરાના વાયરસના કુલ 12,864 પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યાં છે, જ્યારે 489 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે.