કોરોના સંક્રમણને લઇ હાઈકોર્ટમાં જાહેરહિતની એક અરજી કરવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં અપાઈ રહેલી સારવાર સામે કેટલાંક લોકો સામે સવાલો ઉઠાવવામાં આવ્યાં હતાં. આ અરજી અંગે ગુજરાત હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી છે. તમને જણાવી દઇએ કે કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
દર્દીઓની યોગ્ય રીતે સારવાર થવી જોઇએ
આ મામલે હાઇકોર્ટે જણાવ્યું કે, દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઇએ. દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છે. મહત્વનું છે કે, અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર તેમજ ડોક્ટરોને પડી રહેલી તકલીફો અને લોકોને હલકી ગુણવત્તાવાળું જમવાનું મળતું હોવાં મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હાઇકોર્ટે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, દર્દીઓની સારવાર પશુઓની જેમ થઇ રહી છે તેવું તેમને ન લાગવું જોઇએ.