દેશભરમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક સતત વધી રહ્યા હોવાથી લોકોમાં ભારે ગભરાટ અને ચિંતા ફેલાયેલા છે. ટીવી, પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં કોરોના અંગે જાત-ભાતની માહિતીઓનો મારો ચાલી રહ્યો છે. પરિણામે કોરોનાના આંશિક લક્ષણો જણાતાં જ લોકો જાત-જાતના ઉપાયો કરવા લાગે છે, જે વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. એઈમ્સના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાથી ગભરાઈને જે દર્દીઓ વારંવાર સીટી સ્કેન કરાવે છે તેઓ મોટું જોખમ વહોરી રહ્યા છે. તેમને સીટી સ્કેનથી કેન્સરનું જોખમ થઈ શકે છે.