કોરોનાના વધતા જતા કેસોને લઈને આખરે રાજર સરકારે આજે ખાનગી હોસ્પિટલોને સારવાર માટે પરવાનગી આપી છે. જોકે આ ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવા ઇચ્છતા લોકોએ પેઈડ સારવાર કરાવવી પડશે. એટલે કે સારવારનો હોસ્પિટલ દ્વારા લેવાતો ખર્ચ દર્દીએ પોતે ચુકવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ આ રોગની સારવાર સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવી રહી છે.
અમદાવાદની ત્રણ હોસ્પિટલોને કોરોના સારવાર માટે નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ટર્લિંગ, એચસીજી અને નારાયણ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે.