જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે કોરોના વાઈરસથી અમેરિકામાં 2108 લોકોના મોત નીપજ્યાં.અમેરિકા એવો પ્રથમ દેશ છે, જ્યાં એક જ દિવસમાં 2 હજારથી વધુ લોકોના મોત નીપજ્યા હોય. આ સાથે અમેરિકામાં કોરોનાથી મોતને ભેટનાર લોકોનો આંકડો 18,586 પર પહોંચી ચૂક્યો છે. જો આ મહામારીથી આવી જ રીતે લોકો મરતા રહ્યાં, તો અમેરિકા મોતના મામલે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ઈટલીને પાછળ છોડી દેશે. ઈટલીમાં કોરોનાથી અત્યાર સુધી 18849 લોકોના મોત થયા છે. જે વિશ્વમાં સૌથી વધું છે. અમેરિકામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો 502876 પર પહોંચી ચુક્યા છે. શુક્રવારે અહીં 35098 નવા કેસો સામે આવ્યા છે.