Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

1-જૂનથી દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે અનલૉક-1 લાગૂ કરવામાં આવ્યું જેમાં રેલવે અને બસો દોડવા લાગી અને બજારો ફરીથી ધમધમવા લાગ્યા. આ સાથે જ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાવા લાગ્યુ અને જૂનના 11-દિવસોમાં જ કોરોનાના એક લાખ કેસ સામે આવ્યા.

વર્લ્ડઓમીટર સાઈટના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 11 જૂન રાત્રે 8 વાગ્યે 2,90,481 કેસ હતા. જ્યારે 31-મેના રોજ 1.90 લાખ જેટલા કેસ હતા. આ રીતે દેશમાં માત્ર 11 દિવસોમાં જ નવા એક લાખ કોરોના પોઝિટિવ કેસો ઉમેરાયા છે.

જૂનમાં કોરોનાની કેવી સ્થિતિ?

ભારતમાં જૂન મહિનામાં જ જીવલેણ કોરોના વાઈરસ 2800 લોકોને ભરખી ચૂક્યો છે. દેશમાં 31-મે સુધી કોરોનાના કારણે 5408 લોકોના મરણ નોંધાયા હતા. જ્યારે 11-જૂને મૃતકોની સંખ્યા 8200ને પાર કરી ચૂકી છે. દેશમાં ડેથ રેટ દર 10 લાખની વસ્તીએ 6 છે. જે અન્ય દેશોની સરખામણીએ ઓછો છે.

ભારતમાં રિકવરી રેટ અને ડેથ રેટ

ભારતમાં કોરોનાના વધતા જતાં સંક્રમણ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે, અહી રિકવરી રેટ સારો છે અને ડેથ રેટ પણ ઘણો ઓછો છે. દેશમાં અત્યાર સુધી 1.43 લાખ લોકો આ વાઈરસને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, દેશમાં કોરોનાનો રિકવરી રેટ 50 ટકા જેટલો કહી શકાય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ