9 માર્ચથી અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટમેચ શરુ થઈ રહી છે. આ અગાઉ શહેરમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. તહેવારો ટાણે કોરોના કેસોમાં ઉછાળો આવતા તંત્રની ચિંતા વધી ઘઈ છે. અમદાવાદમાં શહેરીજનો આજે ધૂળેટી પર્વ ઉજવી રહ્યા છે. મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટમેચનો આરંભ થવા જઈ રહ્યો છે, જોકે આ દરમિયાન કોરોના કેસોમાં વધારો થતાં તમામે તકેદારી રાખવાની જરૂર છે.