ગુજરાતમાં છેલ્લા ૧૩ દિવસથી કોરોના એક પછી એક નવી સપાટી વટાવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬,૦૨૧ નવા કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં ૨૦-સુરતમાં ૧૯ સહિત કુલ ૫૫ના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક હવે ૩૦ હજારને પાર થઇ ગયો છે. હાલમાં ૩૦,૬૮૦ એક્ટિવ કેસ છે જ્યારે ૨૧૬ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૩,૫૩,૫૧૬ થયો છે જ્યારે કુલ મરણાંક ૪,૮૫૫ છે. આ પૈકી એપ્રિલના ૧૨ દિવસમાં જ ૪૫,૮૧૮ કેસ નોંધાયા છે જ્યારે ૩૩૬ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ મહિનામાં નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે.