સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સંક્રમિતોની સંખ્યા 3 લાખને પાર પહોંચી ગઈ છે. શનિવારે દેશમાં કોરોના વાયરસના 3,37,704 નવા કેસ નોંધાયા છે અને 488 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 21,13,365 થઈ ગઈ છે, જે કુલ કેસના 5.43 ટકા છે. જ્યારે રિકવરી રેટ પણ વધીને 93.31 ટકા પર પહોંચ્યો છે.