કોરોના વાયરસને પહોંચી વળવા માટે દિલ્હીમાં છેલ્લા 3 અઠવાડિયાથી લોકડાઉન લાગેલું છે. આજે એક અઠવાડિયું વધુ તે લંબાવવામાં આવ્યું છે. આ સાથે જ શહેરમાં હવે મેટ્રો સેવા પણ સસ્પેન્ડ કરાઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલે આજે આ જાહેરાત કરી.
મેટ્રો સેવા પણ બંધ રહેશે
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ચાલી રહેલા લોકડાઉનને આગળ વધારવાની જરૂર છે. જો સરકારે આ પગલું ન ભર્યું તો કોરોના વાયરસ પર જે બઢત મળી હતી તે ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને ચેઈન તોડવા માટે દિલ્હીમાં લાગૂ લોકડાઉનને એક સપ્તાહ વધુ આગળ લંબાવવામાં આવે છે. આ વખતનું લોકડાઉન પહેલા કરતા પણ કડક હશે. આ દરમિયાન દિલ્હીમાં મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે. આ લોકડાઉન આગામી સોમવાર સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે.