વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની સંશોધકોની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં રશિયન ચામાચિડિયામાં કોરોના જેવો નવો વાઇરસ શોધી કાઢવામાં આવ્યો છે જેનો માણસોને ચેપ લાગી શકે છે અને કોરોના સામેની તમામ રસીઓનો તે પ્રતિકાર કરી શકે છે. આ ચામાચિડિયાના વાઇરસમાં ખોસ્ટા-૨ નામના સ્પાઇક પ્રોટીન્સ મળી આવ્યા છે જે માનવકોશમાં ચેપ લગાડી શકે છે. આ વાઇરસ એન્ટીબોડી થેરપી અને બ્લડ સિરમ સારવારને પણ દાદ આપતાં નથી.