કોરોના વાયરસની સંક્રમિત બોલિવૂડ સિંગર કનિકા કપૂર સામે શુક્રવારે રાતે લખનઉના સરોજીની નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કનિકા પર ડીએમના આદેશના તથ્યો છૂપાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ અગાઉ ઉત્તર પ્રદેશ સરકારે કનિકા કપૂરની તમામ પાર્ટીઓના તપાસના આદેશ આપ્યાં હતાં. લખનઉના ડીએમ તપાસ કરશે કે કનિકાની પાર્ટીમાં કોણ કોણ સામેલ થયા હતાં? આ પાર્ટીઓ ક્યાં ક્યાં થઈ હતી? રાજ્ય સરકારે 24 કલાકમાં આ તપાસનો રિપોર્ટ પ્રમુખ ગૃહ સચિવને સોંપવાનો આદેશ કર્યો છે.