છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 1801 નવા કેસ નોંધાયા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે એર્નાકુલમ, તિરુવનંતપુરમ અને કોટ્ટાયમ જિલ્લામાં સૌથી વધુ કોવિડ કેસ નોંધાયા છે. હવે ફરી એકવાર રાજ્ય સરકાર કોવિડને લઈને એલર્ટ મોડ પર આવી છે. ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઓછી છે. કુલ દર્દીઓમાંથી માત્ર 0.8 ટકાને ઓક્સિજન બેડ અને 1.2 ટકાને આઈસીયુ બેડની જરૂર પડી હતી.