વિશ્વના અર્થતંત્રના બે રક્ષકો વિશ્વ બેન્ક અને વિશ્વ વેપાર સંગઠને-ડબલ્યુટીઓ- સંકેત આપ્યા છે કે કોરોના મહામારીને કારણે ફેલાયેલી મંદીમાંથી રીકવરીના શરૂઆતના દિવસો કેટલાક દેશો અને ઉદ્યોગોમાં ધાર્યા કરતાં બહેતર જણાયા છે પણ વિશ્વના અર્થતંત્રને સંપૂર્ણપણે મંદીમાંથી બહાર આવતાં વધારે લાંબો સમય લાગશે.
વિશ્વ વેપાર સંગઠને જણાવ્યું હતું કે 2019ની સરખામણીમાં આ વર્ષે વેપારમાં 9.2 ટકાનો ઘટાડો જોવાશે. જે એપ્રિલમાં 12.9 ટકા અંદાજવામાં આવ્યો હતો તેના કરતાં ઓછો છે પણ 2021માં અગાઉ વેપારમાં 21.3 ટકાનો ઉછાળો અંદાજવામાં આવ્યો હતો તેની સામે હવે વિશ્વના વેપારમાં 7.2 ટકાનો જ વધારો જોવા મળશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિશ્વ બેન્કે જણાવ્યું હતું કે 2021 સુધીમાં કોરોના મહામારીને કારણે દુનિયામાં 150 મિલિયન લોકો દારૂણ ગરીબીમાં ધકેલાઇ જશે. કોરોના મહામારી બાદ દેશોએ અલગ પ્રકારની ઇકોનોમી માટે તૈયાર રહેવું પડશે. જેમાં લેબર, કેપિટલ, કૌશલ્ય અને નવીનતાને નવા બિઝનેસ અને ક્ષેત્રો ભણી વળવા દેવા પડશે.