કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે કોરોના વાયરસ એક અભૂતપૂર્વ પડકાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આ પડકાર સામે સારી રીતે લડત આપી રહી છે. શાહે આ મહામારીના સમયમાં રસી બજારમાં ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.
ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહે આજરોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેમના મતવિસ્તારમાં 134 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાત મુહૂર્ત કર્યું હતું. આ અવસરે શાહે જણાવ્યું હતુમ કે કોરોના વાયરસ આપણા તમામ માટે અભૂતપૂર્વ પડકાર છે. પરંતુ અમે આ બીમારી સામે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજનાબદ્ધ રીતે લડી રહ્યા છીએ. સમગ્ર વિશ્વએ પણ આપણા પ્રયાસોની નોંધ લીધી છે.