વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમની ત્રીજી સમિટને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, ૧૩૦ કરોડની જનતા અને મર્યાદિત સ્ત્રોત ધરાવતો દેશ હોવા છતાં ભારત વિશ્વમાં પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ કોરોનાના કારણે થતા મોતનો સૌથી નીચો દર ધરાવે છે. રિકવરી રેટ સતત વધી રહ્યો છે. વૈશ્વિક મહામારીએ દરેકને અસર કરી છે. કોરોનાની મહામારી આપણી ક્ષમતાઓ, જાહેર આરોગ્ય વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થાની પરીક્ષા કરી રહી છે. હાલની સ્થિતિ માનવતા કેન્દ્રીત વિકાસના વલણની માનસિકતા માગી લે છે. હવે આપણે આપણી ક્ષમતાઓ વધારવા, ગરીબોને સુરક્ષિત કરવા અને આપણા નાગરિકોનું ભાવી સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. સૌથી પહેલા લોકડાઉન લાગુ કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતે જ સૌથી પહેલા ફેસ માસ્ક અને કવરિંગ સુનિશ્ચિત કર્યાં હતાં. અત્યારે ભારત વિશ્વનો સૌથી મોટો બીજા ક્રમનો પીપીઇ ઉત્પાદક દેશ છે. રેકોર્ડ સમયમાં ભારતમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવ્યું છે. અમે પૂર સામે લડયાં, બે સાઇક્લોનનો સામનો કર્યો અને તીડના આક્રમણ સામે પણ ઝઝૂમ્યાં છીએ.