કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવી રહ્યો છે. શનિવારે રાજ્યમાં 1000થી વધુ નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ કેસ નવા ઉમેરાયા છે. એકાએક વધતા કેસના પગલે ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી હોય તેમ લાગી રહ્યુ છે. જેના પગલે માસ્ક અને સેનિટાઝરની માંગમાં 30 ટકાનો ઉછાળો નોંધાયો છે. જોકે, PPE કિટમાં જોઈએ તેટલી માંગ નહિ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ માસ્ક અને સેનિટાઝરની માંગમાં જે ઘટાડો નોંધાયો હતો તે હવે ફરી કોરોનાના કેસ વધતા માસ્કની માંગ વધી રહી છે. અનેક ખાનગી અને સરકારી હોસ્પિટલમાં માસ્ક અને હેન્ડ સેનિટાઝરનો સ્ટોક કરી દેવાયો છે. ખાસ કરીને ટ્રિપલ લેયર વાળા માસ્ક અને N95 માસ્કની માંગ વધી છે.