કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ આગામી દિવસોમાં સૌથી વધુ ખતરનાક સાબિત થાય તેવી શક્યતા છે. આ વેરિએન્ટથી બચવા માટે તાત્કાલિક પગલાં ભરવા પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભાર મૂક્યો હતો. દુનિયાના ૧૦૦ જેટલાં દેશોમાં ડેલ્ટા વેરિએન્ટ ફેલાઈ ચૂક્યો હોવાનું પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના ફેલાવા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી હતી કે આ વેરિએન્ટ સૌથી ખતરનાક સાબિત થઈ શકે તેમ હોવાથી તાત્કાલિક તેના પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવા જરૃરી છે.