53 દેશો ધરાવતાં યુરોપમાં આગામી માર્ચ મહિના સુધીમાં કોરોનાનો કુલ મરણાંક સાત લાખે પહોંચી શકે છે તેવી આગાહી વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ ઓફિસે કરી છે. ડેનમાર્કના કોપનહેગન શહેર સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા યુરોપના ડાયરેકટર ડો. કલુજે જણાવ્યું હતું કે ચેપ સામે રસીનું રક્ષણ ઘટી રહ્યું છે અને 60 વર્ષ કરતાં વધારે વયના લોકોને બૂસ્ટર ડોઝ અગ્રતાના ધોરણે આપવાનું શરૂ કરવું જોઇએ.
આજે યુરોપ અને મધ્ય એશિયામાં કોરોનાની હાલત ગંભીર છે. આપણી સામે પડકારજનક શિયાળો આવી રહ્યો છે પણ આપણે આશા ન ગુમાવવી જોઇએ. ગયા સપ્તાહે કોરોના મહામારીમાં દૈનિક મરણાંક 4200 સુધી પહોંચી ગયો હતો. જે સપ્ટેમ્બરના અંતે નોંધાયેલા મરણાંક કરતાં બમણો હતો. યુરોપમાં કોરોનાનો કુલ મરણાંક પંદર લાખે પહોંચી ગયો છે જે માર્ચ મહિનામાં વધીને વીસ લાખે પહોંચી શકે છે.