સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે તેની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે નવા 1089 કોરોના પોઝિટિવ કેસો નોધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 19,063 થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કુલ 731 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
એકલા મુંબઈમાં જ કોરોનાના 748 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 11,967 પર પહોંચી ગઈ છે. જ્યારે વધુ 25 લોકોના મોત સાથે જ શહેરમાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા 462 પર પહોંચી ગઈ છે.