કોરોનાના સંકટ વચ્ચે દેશભરમાં અપાયેલા 21 દિવસના લોકડાઉનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. 21 દિવસના લોકડાઉનના 19 દિવસ પૂર્ણ થઈ ગયા છે, અને આજે 20મો દિવસ છે. લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થવાને માત્ર હવે એક જ દિવસ બાકી છે. ત્યારે લોકોમાં લોકડાઉનનો સમય ગાળો વધશે કે કેમ તેની ચર્ચાઓ ચાલી રહી છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે દેશભરમાં કોરોનાના કેસ બમણી ઝડપે રહ્યા છે.
PM મોદી પણ મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં લોકડાઉનનો પિરિયડ વધારવા પર સંકેત આપી ચુક્યા છે, અને મહારાષ્ટ્ર, પંજાબ સહિતના રાજ્યોએ લોકડાઉનનો સમયગાળો 30 એપ્રીલ સુધી વધારી પણ દીધો છે. ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવશે કે કેમ તે નિર્ણય પર સૌની નજર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ત્રણ એલ ફોર્મ્યુલા આપ્યા હતા. જેમાં લાઈફ, લાઈવલીહુડ અને લિવિંગ છે. WHOના પ્રમુખે કહ્યુ કે સરકારે જીવન, આજીવિકા અને જીવવાની રીત પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરીયાત છે.