જૂન ક્વાર્ટર માટે જીડીપીના આંકડા જાહેર કરી દેવાયા છે. ઈકોનોમી અંગે જેટલી ખરાબ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, રિપોર્ટ તેના કરતા પણ વધુ ખરાબ આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં દેશની જીડીપીમાં ભારે ઘટાડો નોંધાયો છે. જે 40 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. કોરોના સંકટ વચ્ચે દેશની અર્થવ્યવસ્થામાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 23.9 ટકાનો મોટો ઘટાડો આવ્યો છે. સામવારે આ આંકડા જાહેર કરાયા.