દેશમાં કોરોના મહામારીના પગપેસારાથી તેની ઝપેટમાં આવેલા મહારાષ્ટ્રમાં હવે સ્થિતિ ગંભીર બનતી જાય છે. અહીં દરરોજ વધી રહેલા કેસો હવે નવા રેકોર્ડ બનાવી ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2940 કોરોના સંક્રમણના નવા કેસો સામે આવ્યા. જે અત્યાર સુધી એક દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસોનો આંકડો છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 44,582એ પહોંચી ગયા છે. જણાવી દઈએ કે, શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ 63 અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા, જેનાથી કુલ મૃત્યઆંક 1517 થયો છે.