દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગતા ફરી એક વખત જનતા બેદરકાર બનીને કોરોના પ્રોટોકોલનો ભંગ કરી રહી છે, જેને પરીણામે સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાયો હોવાનું જણાવતાં કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો દેશભરમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. નિષ્ણાતોએ પણ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. દરમિયાન દેશમાં શુક્રવારે કોરોનાના નવા ૪૪,૨૩૦ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૫૫૫નાં મોત નીપજ્યાં હતા. આ સાથે સતત ત્રીજા દિવસે એક્ટિવ કેસ વધીને ૪.૦૫ લાખને પાર થઈ ગયા છે.