રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મનપાની ચૂંટણીઓ સમાપ્ત થઈ ગઈ છે. પ્રચાર અને છૂટની વચ્ચે કોરોનાના સંક્રમણની જાણકારો આશંકા સેવી રહ્યા છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં કોરોનાના કેસ વધતા મિનિ લૉકડાઉન છે. દરમિયાન રાજ્યમાં પણ 250ની નીચે આવી ગયેલા કેસની સંખ્યામાં હળવો ઉછાળો જોવા મળ્યો છે
રાજ્યના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તેથી રાજ્યસરકાર દ્વારા બોર્ડર પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર તેમજ રાજકોટમાં રેલેવ સ્ટેશન અને એરપોર્ટ પર સ્ક્રિનિંગ હાથ ધરાશે. વિદેશથી આવતા નાગરિકોનું ચેકિંગ કરાશે.