કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-૧૯નીએડવાઇઝરીમાં સુધારો કરતાં હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ ઓન-ડિમાન્ડ ટેસ્ટિંગની પરવાનગી આપી છે. જોકે કેન્દ્ર સરકારે આ માટે રાજ્ય સરકારનો ટેસ્ટિંગના મોડેલમાં સુધારાનો અધિકાર આપ્યો છે. એક નિવેદનમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની એડવાઇઝરીમાં ટેસ્ટિંગ ઓન ડિમાન્ડ પર એક આખો વિભાગ ઉમેરાયો છે. અત્યાર સુધી રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ પર જ કોરોનાના ટેસ્ટ થઈ રહ્યાં છે. જોકે આ નિયમના અમલ માટેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે.