દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા એ ભારતીય ઔષધિ મહાનિયંત્રક પાસેથી હિપેટાઇટીસની દવા પેગીલેટેડ ઇન્ટરફેરૉન આલ્ફા-2બીનો ઉપયોગ કોવિડ-19ની સારવારમાં કરવાની મંજૂરી માંગી છે. ઝાયડસ કેડિલાએ કહ્યુ છે કે પેગીલેટેડ ઇન્ટરફેરૉન આલ્ફા-2બીના ત્રીજા તબક્કાના પરીક્ષણ આ દવાથી કોવિડ-19ની સારવારને લઈને ખૂબ જ સારા પરિણામ મળ્યા છે.
કંપની આ દેવાને 'પેગીહેપ' બ્રાન્ડ નામથી વેચે છે. કંપનીએ કહ્યુ કે શરૂઆતના જે પરિણામ સામે આવ્યા છે તેમાં માલુમ પડ્યું છે કે, શરૂઆતના તબક્કામાં જ આ દવાના ઉપયોગથી કોવિડ-19ના દર્દીઓ ખૂબ ઝડપથી ઉગરે છે. સાથે જ આનાથી દર્દીઓને કોઈ સમસ્યા પણ નથી આવતી.
આ પહેલા માર્ચ મહિનામાં ઝાયડસ કેડિલાએ રેમડેસિવીર દવાની પોતાની જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જે બાદમાં કંપનીએ કોવિડ-19ની દવાના જેનરિક વર્ઝનનો ભાવ ઘટાડીને 899 રૂપિયા પ્રતિ શીશી (100 MG) કર્યો હતો. કંપનીએ ઓગસ્ટ, 2019માં રેમડેકને દેશમાં રજૂ કરી હતી. એ વખતે ઇન્જેક્શનના સ્વરૂપમાં આપવામાં આવતી દવાની 100 એમજીની શીશીનો ભાવ 2800 રૂપિયા હતો.