ભારતના વધતા દબાણ બાદ છેવટે બ્રિટને ભારતમાં બનેલી કોરોના વેક્સીન કોવિશીલ્ડને માન્યતા આપી દીધી છે. બ્રિટને પોતાના નિર્ણયને બદલતાં નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી દીધી છે. નોંધનીય છે કે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રિટનની સમક્ષ કોવિશીલ્ડને માન્યતા ન આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સીનને માન્યતા નહીં આપવી એક ભેદભાવપૂર્ણ નીતિ છે. ત્યારબાદ બ્રિટને આ મામલાને ઝડપથી ઉકેલવાનું આશ્વાસન આપ્યું હતું.