અમદાવાદ શહેરમાં કોરોના ના રાફડો ફાટી નીકળ્યો છે. સરકારી કોવિડ હૉસ્પિટલ સહિત અનેક ખાનગી હૉસ્પિટલને કોરોનાની સારવારની છૂટ આપવામાં આવી હોવા છતાં દર્દીઓને હૉસ્પિટલમાં બેડ નથી મળી રહી. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરની ત્રણ હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી. એસ. હૉસ્પિટલ (V S Hospital), શારદા હોસ્પિટલ અને એલ. જી. હૉસ્પિટલ ને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. અહીં ગાયનેક ઇમરજન્સી સિવાય તમામ કામગીરી બંધ કરવામાં આવી છે. હવે અહીં ફક્ત કોવિડ સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવશે.