દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જો કે હવે કોરોનાનો કહેર કુંભ મેળામાં પણ જોવા મળી રહ્યો છે, દશા એ જોવા મળી રહી છે, કે અહીં એક જ દિવસમાં ૭૮ પોઝિટિવ કેસ મળી રહ્યા છે, માત્ર નિરંજન અખાડામાં જ હજારો સાધુઓ વચ્ચે કેટલાક સાધુઓનો ટેસ્ટ કરવામાં આવ્યો તો ૨૨ સાધુઓમાં સંક્રમણની પુષ્ટી થઇ.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાલમાં ચાલી રહેલા કુંભ મેળાને પૂર્ણ કરવાની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. મોદીએ કહ્યું કે બે શાહી સ્નાન થઇ ચુક્યા છે. હવે કુંભ મેળાને પ્રતિકાત્મક રાખવો જોઇએ.
કુંભ સમાપનની ઘોષણા કરનારાઓમાં શ્રી પંચાયતી નિરંજની અખાડામાં ૨૨ સંત શુક્રવારે કોરોના સંક્રમિત મળ્યા છે, અખાડાનાં આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગીરી મહારાજે પણ ખુદને હોમ આઇસોલેટ કર્યા છે, તો અખાડા પરિષદનાં પ્રમુખ નરેન્દ્ર ગિરી મહારાજ પહેલાથી જ કોરોના સંક્રમિત છે, તે ઉપરાંત ૧ દિવસમાં ૨૨ સંત કોરોના પોઝિટિવ મળી આવતા અખાડામાં હડકંપ મચી ગયો છે.