ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે આખા ગુજરાતને 31મી માર્ચ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે પણ રાજ્યમાં બીજા 4 નવા કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 33 પર પહોંચી ગયો છે. સુરત અને ગાંધીનગરમાંથી આજે કોરોના પોઝિટીવના 2-2 નવા કેસ નોંધાયા છે.