ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 258 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 39 વિદેશી છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 52 નવા કેસ નોંધાયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ વાયરસના ભરડામાં આવેલા 23 લોકો સારવાર બાદ એકદમ સ્વસ્થ પણ થઈ ગયા છે. જ્યારે ચાર લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી છે. આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 49 કેસ, કેરળમાં 33 જ્યારે દિલ્હીમાં 25 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.